દેશના IPO માર્કેટમાં મોટું પરિવર્તન થવાની તૈયારી છે અને આ પરિવર્તન આખા વિશ્વમાં પહેલીવાર ભારતમાં થવાનું છે. ખરેખર તો માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) એ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPOમાં રોકાણ કરનારા રોકાણકારો માટે સારા સમાચાર આપ્યા છે. SEBI એ IPO માં અરજી કરવા માટે T+3 ફોર્મ્યુલા લાગુ કરવા અંગે લીલી ઝંડી આપી દીધી છે. તેનાથી તેના પછીનો સમય હવે અડધો થઈ જશે.