વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. દરમિયાન તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા જ્યાં તેમણે 1275 કરોડની વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ. સિવિલ હોસ્પિટલના લોકાર્પણ સમયે PM મોદીએ કહ્યુ કે, ગુજરાત કેન્સર ઈન્સ્ટિટ્યુટના નવા બિલ્ડિંગની સાથે બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સુવિધાઓ શરૂ થઈ છે. પીએમ મોદીએ અમુક દર્દીઓ સાથે પણ વાતચીત કરી. પીએમ મોદીએ કહ્યુ આપણુ સિવિલ હોસ્પિટલ નાનકડુ ગામ જેવું છે. સેવાના કામને આગળ વધારવા માટે તમામને શુભેચ્છા પાઠવુ છું. દુનિયાની સૌથી બેસ્ટ ટેકનિક, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ ગુજરાતમાં ઉપલબ્ધ થશે. જે ખાનગી હોસ્પિટલમાં નથી જઈ શકતા, તેઓ માટે આ સરકારી હોસ્પિટલ સેવા માટે તૈયાર રહેશે. આજે મેડિસિટી કેમ્પસ પણ તૈયાર થઈ ગયું છે. યુએન મહેતા હોસ્પિટલ ઓફ કાર્ડિયોલોજીની સુવિધાઓ વધી રહી છે. દેશનું પહેલુ સરકારી હોસ્પિટલ છે, જ્યાં સાઈબર નાઈફ જેવી ટેકનિક ઉપલબ્ધ છે. હું તમામ ગુજરાતવાસીઓને આ ઉપલબ્ધિઓ માટે શુભેચ્છા આપું છું.