Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મનગમતું વાહન ખરીદવાની સાથે ઘણાં લોકોને એની નંબર પ્લેટ પર ખાસ આંકડાનો નંબર મેળવવાની પણ ઈચ્છા-ઘેલછા રહેતી હોય છે. કોઈ નંબર પ્લેટ કરોડો રૂપિયામાં વેચાઈ હોય એની તમને જાણકારી છે? દુબઈમાં એવી એક કારની નંબર પ્લેટ કરોડો રૂપિયામાં વેચાઈ છે.

એક હરાજીમાં, P7 લાઈસન્સ પ્લેટ 5 કરોડ 50 લાખ દિરહામ એટલે કે આશરે રૂ. 122 કરોડ 60 લાખમાં વેચાઈ છે. મુંબઈમાં સૌથી વૈભવશાળી વિસ્તારમાં પણ હજી સુધી કોઈ ઘર કદાચ આટલી મોટી રકમમાં વેચાયું નથી.
દુબઈમાં વીઆઈપી કાર નંબર પ્લેટ ખરીદનાર વ્યક્તિનું નામ હજી જાહેર કરવામાં આવ્યું નથી. પણ આ સોદાએ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે. આ સોદામાં ઉપજેલી રકમ સીધી ‘એક અબજ ભોજન સુવિધા ઝુંબેશ’ની મદદાર્થે આપી દેવામાં આવશે. હરાજી કાર્યક્રમ જુમૈરાની ફોર સીઝન્સ હોટેલમાં યોજવામાં આવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ