આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. પીએમ મોદીએ દિલ્હીમાં 'માટી બચાવો ચળવળ' (Save Soil Movement) કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં સંબોધન દરમિયાન પીએમ મોદીએ લોકોને કહ્યુ કે, પર્યાવરણ રક્ષાના ભારતના પ્રયાસો બહુપરીમાણીય રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત આ પ્રયાસ ત્યારે કરી રહ્યું છે જ્યારે ક્લાઇમેટ ચેન્સમાં ભારતની ભૂમિકા નામ માત્ર છે. તેમણે કહ્યું કે વિશ્વના મોટા આધુનિક દેશ ન માત્ર ધરતીના વધુને વધુ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યાં છે પરંતુ સૌથી વધુ કાર્બન એમિશન તેના ખાતામાં જાય છે.
પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, અમે આ વર્ષના બજેટમાં નક્કી કર્યું છે કે ગંગા કિનારે આવેલા ગામોમાં નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપીશું, નેચરલ ફાર્મિંગનો એક વિશાળ કોરિડોર બનાવીશું. આપણા દરેક ખેતર કેમિકલ ફ્રી હશે, નમામિ ગંગે અભિયાનને પણ નવી તાકાત મળશે.