અમદાવાદમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને અનુલક્ષીને પશ્ચિમ રેલવ વિભાગ દ્વારા પણ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ ડિઆરએમના અધિકારીઓ કર્ચમારીઓ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે પ્લાસ્ટિકનો કચરો નહીં કરવા માટે મુસાફરોને માહિતી આપવામાં આવી હતી. કચરો નહીં કરીને સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરવામાં આવી હતી.