ભારતીય ક્રિકેટ ટીમ પરંપરાગત રીતે વાદળી રંગની જર્સી પહેરીને વન ડે ક્રિકેટના મુકાબલામાં ઉતરતી હોય છે પણ હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં ભારતીય ટીમ ઓરેન્જ રંગની જર્સી પહેરીને મેચ રમતી પણ જોવા મળશે.
કદાચ પહેલી વખત ભારતીય ટીમની જર્સીના કલર કોમ્બિનેશનમાં ચાહકોને બદલાવ જોવા મળશે. ઈંગ્લેન્ડ સામેના મુકાબલામાં ભારતીય ટીમના ખેલાડીઓની ટી શર્ટમાં વાદળીની સાથે ઓરેન્જ રંગના કોમ્બિનેશનનો પણ ઉપયોગ થયો છે.
જોકે આ ઓલ્ટરનેટ ટી શર્ટ પણ ICCના નિયમનો જ એક ભાગ છે. નિયમ પ્રમાણે યજમાન દેશને પોતાની એક જ પ્રકારનો યુનિફોર્મ રાખવાનો અધિકાર છે. આ સંજોગોમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓની જર્સીનો કલર ભારતના રંગને મળતો હોવાથી ભારતે આ મેચ પુરતું યુનિફોર્મના કલર કોમ્બિનેશનમાં બદલાવ કરવો પડશે.