ભારતે બાંગ્લાદેશને 28 રને પરાજય આપીને આઈસીસી વિશ્વકપ-2019ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 314 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 48 ઓવરમાં 286 રન બનાવી ઓલાઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 55 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તો હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ છે. ભારત માટે સદી ફટકારનાર રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.