વર્લ્ડકપમાં આજે પાકિસ્તાને ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાને વર્લ્ડકપમાં સૌથી મોટો ટાર્ગેટ ચેજ કરી શ્રીલંકાને હરાવ્યું છે. એક સમયે પાકિસ્તાનની 37 રને 2 વિકેટ પડી હતી, જોકે બાદમાં અબ્દુલ્લા શફીકે-મોહમ્મદ રિઝવાને બાજી સંભાળી ધમાકેદાર સદી ફટકારતા પાકિસ્તાનનો શ્રીલંકા સામે 6 વિકેટે વિજય થયો છે. શ્રીલંકાના મસમોટા સ્કોર સામે પાકિસ્તાનની ટીમે માત્ર 4 વિકેટ ગુમાવી વિજય હાંસલ કર્યો છે. શ્રીલંકાના 50 ઓવરમાં 9 વિકેટે 344 રનના જવાબમાં પાકિસ્તાનની ટીમે 48.2 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવી 345 રન કરી જીત મેળવી છે. આજની મેચમાં કુલ 4 બેટરોએ સદી ફટકારી છે.