ભારતની યજમાની હેઠળ યોજાનાર વન-ડે વર્લ્ડ કપ-2023 ની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે... આ ટુર્નામેન્ટ 5મી ઓક્ટોબરથી શરૂ થશે. તે પહેલા 10 ટીમોએ 2-2 પ્રેક્ટિસ મેચ રમવાની છે. તમામ 10 ટીમોએ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત પહેલેથી જ કરી દીધી હતી. જોકે ટીમમાં ફેરફાર કરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર નિર્ધારીત કરવામાં આવી હતી, આવી સ્થિતિમાં ભારતીય ટીમે આજે ટીમમાં એક મોટો ફેરફાર કરી ફાઈનલ ટીમ (Team India Squad)ની જાહેરાત કરી દીધી છે. ઈજા સામે ઝઝુમી રહેલા ઓલરાઉન્ડર અક્ષર પટેલને બહાર કરાયો છે, તેના સ્થાને આર.અશ્વિન)ને ટીમમાં સમાવાયો છે.