આજે વર્લ્ડકપ 2023ની 33મી મેચમાં ભારતે શ્રીલંકા સામે 302 રન સાથે મોટો વિજય મેળવ્યો છે. આ સાથે ભારતે વર્ષ 2000નો લોએસ્ટ સ્કોરને શ્રીલંકા સાથે બદલો પણ લઈ લીધો છે. શુભમન ગીલ, વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યરની વિસ્ફોટક બેટીંગના કારણે ભારતે શ્રીલંકાને જીતવા 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જોકે શ્રીલંકાની ટીમ 19.4 ઓવરમાં 55 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ભારત શ્રીલંકાને હાઈએસ્ટ માર્જીનથી હરાવી ટોપ-5માં પણ આવી ગયું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 357 રન બનાવ્યા હતા. આ અગાઉ શ્રીલંકાના કેપ્ટને ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કર્યો હતો.