ICC વનડે વર્લ્ડ કપ 2023માં આજે (15 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટનો પહેલો સેમીફાઈનલ મુકાબલો રમાયો હતો. ટીમ ઈન્ડિયાએ આ વખતે વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ આ સેમીફાઈનલથી મેનચેસ્ટરમાં 2019 વર્લ્ડકપમાં કીવી ટીમથી મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. આજની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માનો ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય શ્રેષ્ઠ સાબિત થયો છે