વર્લ્ડકપ-2023માં ભારતે સતત ત્રીજો વિજય મેળવ્યો છે. પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહેલી વર્લ્ડકપ-2023ની 17મી મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. બાંગ્લાદેશની ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 41.3 ઓવરમાં 3 વિકેટે 261 રન બનાવી બાંગ્લાદેશ સામે ભવ્ય વિજય મેળવ્યો છે. આજની મેચમાં વિરાટ કોહલીએ દમદાર પ્રદર્શન કરી સદી ફટકારી છે, તો ઓપનિંગમાં આવેલા શુભમન ગીલે ફિફ્ટી ફટકારી છે. આ અગાઉ બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોએ આજની મેચ સહિત અત્યાર સુધીમાં 4-4 મેચ રમી છે, જેમાં ભારતે ચારેય મેચમાં જીત મેળવી છે, જયારે બાંગ્લાદેશે માત્ર એક મેચ જીતી છે.