વર્લ્ડકપ-2023 (World Cup 2023)ની આજની પાંચમી મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા (IND vs AUS) સામે 6 વિકેટે વિજય થયો છે. કોહલી અને રાહુલની ધમાકેદાર બેટીંગના કારણે ભારતે જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાના 49.3 ઓવરમાં 199 રનના જવાબમાં ભારતે 41.2 ઓવરમાં 4 વિકેટે 201 રન ફટકારી વર્લ્ડકપ-2023ની પ્રથમ મેચ જીતી લીધી છે.