રોહિત શર્માની આગેવાની હેઠળ વર્લ્ડ કપના લીગ રાઉન્ડમાં તમામ નવ મેચ જીતી ચૂકેલું ભારત હવે ફાઈનલમાં પ્રવેશ મેળવવા માટેના જંગમાં આજે તેના ચિરપરિચિત હરિફ એવા ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ભારતને મજબુત બેટિંગ લાઈનઅપ અને ઘાતક બોલિંગને સહારે ઈતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. ICC ટ્રોફીના નોકઆઉટ મુકાબલામાં ભારત સામે અત્યાર સુધી અજેય રહેલી ન્યુઝીલેન્ડની ટીમને જીતનો રેકોર્ડ જાળવતા વર્લ્ડકપના ફાઈનલ પ્રવેશની હેટ્રિક સર્જવાની તક છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે બપોરે 2:00 વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો સેમિફાઈનલ મુકાબલો શરુ થશે.ભારતના ટોચના બેટ્સમેનોએ ઘરઆંગણે ચાલી રહેલા વર્લ્ડ કપમાં જબરજસ્ત દેખાવ કરતાં રનના ઢગલા ખડક્યા છે.