વર્લ્ડકપ-2023ની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે હાર આપી છે. સાઉથ આફ્રિકાની ટીમ 49.4 ઓવરમાં 212 રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 47.2 ઓવરમાં સાત વિકેટે 215 રન ફટકારી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે ફટકારેલી સદી એડે ગઈ છે. તો ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગમાં આવેલા ટ્રેવિડ હેડે ફિફ્ટી ફટકારવા ઉપરાંત 2 વિકેટ ઝડપી મહત્વનું યોગદાન આપી ટીમને જીત અપાવી છે. આજની મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી.