વિશ્વકપ-2019ના મહામુકાબલામાં બસ હવે થોડી કલાકો બાકી છે. આજે બે કટ્ટર વિરોધી ભારત અને પાકિસ્તાન માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર આમને-સામને હશે. આ કરો યા મરો જંગનો ક્રિકેટ ફેન્સ ઘણા સમયથી ઈંતજાર કરી રહ્યાં છે. આ સાથે દુવા કરી રહ્યાં છે કે મેચમાં વરસાદ ન આવે. એક્વાવેદર ડોટ કોમ પ્રમાણે, માનચેસ્ટરમાં સવારે 10 કલાકે (ભારતીય સમયાનુસાર બપોરે 2.30 કલાકે) વરસાદ શરૂ થશે. ટોસનો સમય પણ આ છે. એટલે કે ટોસ થવો પણ મુશ્કેલ લાગી રહ્યો છે. ત્યારબાદ વરસાદ રોકાઈ જાય તો પણ સ્થાનિક સમયાનુસાર બપોરે 3 કલાકે, સાંજે 5 કલાકે, રાત્રે 8 અને રાત્રે 9 કલાકે વરસાદનું પૂર્વાનુમાન છે. તેવામાં 50 ઓવરની મેચ થવી મુશ્કેલ લાગી રહી છે. મહત્વનું છે કે, વિશ્વ કપમાં અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 મુકાબલા રમાયા છે, અને દર વખતે ભારતનો વિજય થયો છે.