અમેરિકા, ભારત, બ્રાઝીલ જેવા દેશોમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 2.82 લાખ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 6234 લોકોના મોત થયા છે.
દુનિયાભરમાં અત્યાર સુધીમાં એક કરોડ 77 લાખથી વધુ સંક્રમણના કેસ સામે આવી ચૂક્યા છે, જ્યારે 6 લાખ 82 હજારથી વધુ લોકોના આ સંક્રમણના કારણે મોત થયા છે. બીમારી સામે લડી સ્વસ્થ થયા દર્દીઓની સંખ્યા એક કરોડ 11 લાખને પાર પહોંચી છે. દુનિયાભરમાં હાલ 59 લાખ 11 હજાર એક્ટિવ કેસ છે અને તેની સારવાર ચાલી રહી છે.
અમેરિકા હાલ પણ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં સૌથી ઉપર છે. અહીં સંક્રમણના કેસ 50 લાખ તરફ આગળ વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 47 લાખથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે, જ્યારે એક લાખ 56 હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 70 હજાર નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 1462 લોકોના મોત થયા છે.