T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને ભારતીય ક્રિકેટ બાર્બાડોસથી સ્વદેશ પરત ફરી છે. ભારતીય ટીમ ગુરુવારે (4 જુલાઈ) સવારે 6 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર પહોંચી હતી. આ પછી ટીમ ઈન્ડિયા દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ટીમ ઈન્ડિયાએ T20 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેનો વીડિયો સામે આવ્યો છે.