વિશ્વ બેન્કના નવા પ્રમુખ તરીકે અમેરિકાએ પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કરેલા અજય બંગા એમની વૈશ્વિક યાત્રાના ભાગરૂપે 23-24 માર્ચ, એમ બે-દિવસ માટે ભારત આવ્યા છે, પરંતુ એમને ચેપી કોરોના બીમારી લાગુ પડી છે. એને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથેની એમની નિર્ધારિત મુલાકાતો રદ કરવામાં આવી છે.