આપણા જીવનમાં નિરોગી અવસ્થા ટકાવી રાખવા તેમજ રોગી અવસ્થાની સારવાર વધારે અસરકારક રીતે કરવા માટે યોગ્ય આહારનું ખુબ જ મહત્વ છે. આબન્ને પરિસ્થિતિઓમાં ખોરાકમાં લેવાની વસ્તુઓની સાથે સાથે તેમને રાંધવાની રીત અગત્યની છે. ખોરાકને રાંધવાની અલગ-અલગ રીત એટલે" આહારકલ્પના", આ પ્રકારની આહારકલ્પનાઓની નિર્માણ વિધિ અને વ્યવહારમાં તેમના મહત્વને આયુર્વેદ વિદ્યાશાખાનાં વિદ્યાર્થીઓને અસરકારક રીતે શિખવવા તેમજ આમ જનતા માટે ઉપલબ્ધ કરાવવાનાં આશયથી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરનાં એકેડેમિક વિભાગ અંતર્ગત બોર્ડ ઓફ સ્વસ્થવૃત્ત દ્વારા વન સંરક્ષણ વિભાગના સહયોગથી તેમજ યુનિવર્સિટીના કુલપતિ વૈધશ્રીમુકુલ પટેલનાંમાર્ગદર્શન હેઠળશ્રીઓ. હિ, નાઝરઆયુર્વેદ કોલેજનાયજમાન પદેપદમડુંગરી ખાતેતા ૨૧ અને ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ દરમિયાન * પથ્ય આહાર કલ્પના" વિષયક એક કાર્યશાળાનું આયોજન યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનાં સ્વસ્થવૃત્ત વિષયનાં અઘ્યાપકો માટે કરવામાં આવેલ હતું. આ કાર્યશાળામાં વિવિધ કોલેજોના અધ્યાપકો દ્વારા નિરોગી વ્યક્તિને નિરોગી રહેવા માટે તેમજ રોગીને તેના રોગ માટે જરૂરી એવી પ્રાચીન આયુર્વેદ વિજ્ઞાનના ગ્રંથોમાં નિર્દિષ્ટ અલગ-અલગ આહાર કલ્પનાઓ (વાનગીઓ)નું પ્રસ્તુતિકરણ કરવામાં આવેલ. આ કાર્યશાળામાં આયુર્વેદ વિજ્ઞાનનાં ૩ નિષ્ણાંત વક્તાઓ દ્વારા આહાર વિજ્ઞાનનાં યોગ અને આયુર્વેદ સંમત પાસાઓનું તેમજ આહાર કલ્પનાઓની વિશદ છણાવટ પૂર્વકનાં વક્તવ્યો પ્રસ્તુત કરવામાં આવેલ હતા. આ વક્તાઓમાં આઇટીઆરએ, જામનગરના પ્લાનીંગ અને ડેવલોપમેન્ટ ડીન તેમજ સ્વસ્થવૃત્ત વિભાગનાં પ્રોફેસર એવં હેડ એવા વૈદ્ય અર્પણ ભટ્ટ, સિદ્ધકલા આયુર્વેદ કોલેજ, સાંગમેરના સ્વસ્થવૃત્ત વિભાગનાં પ્રોફેસર અને હેડ વૈદ્ય આતિશ ઓસ્વાલ તેમજ પારૂલ ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદનાં સ્વસ્થવૃત્ત અને યોગ વિભાગનાં એસોસિએટ પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ વૈદ્ય રાહુલ જાધવનો સમાવેશથાય છે. આકાર્યશાળામાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી,જામનગરનાં રજીસ્ટ્રાર ડો.અશોક ચાવડા દ્વારા ઉપસ્થિત રહોને તમામ પ્રતિભાણીઓનું ઉત્સાહવર્ધન કરવામાં આવેલ આ કાર્યશાળાના ઉદ્ઘાટન તેમજ સમાપન સમારોહમાં યજમાન સંસ્થાશ્રી ઓ. હિ નાઝર આયુર્વેદ કોલેજ, સુરતનાં આચાર્ય વૈદ્યા કિર્તીબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યશાળામાં યુનિવર્સિટી સંલગ્ન ૨૩ કોલેજોમાંથી ૩૬ અધ્યાપકો સહિત કુલ ૪૫ પ્રતિભાગિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યશાળામાં ૨૧ પથ્યઆહારકલ્પનાઓનું પ્રસ્તુતિકરણ કરવામાં આવેલ. આગામી સમયમાં આકલ્પનાઓના માહિતીવિષયક વિડીયોલોક ભોગ્ય ભાષામાં યુનિવર્સિટીની યુ-ટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ થનાર છે.