દેશમાં લોકડાઉનને પગલે પરપ્રાંતીયો રાજ્યભરમાં ફસાયેલા છે. હજારો શ્રમિકોને તેમના વતન મોકલી આપવામાં આવ્યા છે. પરંતુ હજી રાજ્યમાં હજારો પરપ્રાંતીયો ફસાયેલા છે.ત્યારે ભરૂચના દહેજમાં વતન જવા માટે અધીરા બનેલા પરપ્રાંતીયોએ આજે સવારે હોબાળો મચાવ્યો હતો અને જોલવા ગામ પાસે રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને પોલીસે પરપ્રાંતીયોને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યાં છે.
ચક્કાજામ કરી રહેલા પરપ્રાંતીયોએ જણાવ્યું હતું કે, તેઓ 2 મહિનાથી અટવાઈ ગયા છે. તેમની પાસે કામ પણ નથી અને હવે પૈસા પણ રહ્યા નથી.સરકાર તેમને વતન મોકલી આપે. તેમણો પરિવાર તેમની ચિંતા કરે છે.