કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય સંતાકૂકડી અને કટોકટી હવે સુપ્રીમના દ્વારે પહોંચી છે. સ્પીકર કેઆર રમેશકુમાર સમક્ષ હાજર રહેવાના સુપ્રીમના આદેશ બાદ કોંગ્રેસ-જેડીએસના ૧૦ બળવાખોર ધારાસભ્યો વિધાનસભામાં લોખંડી બંદોબસ્ત વચ્ચે સ્પીકરને મળ્યા હતા. ધારાસભ્યોની મુલાકાત બાદ સ્પીકરે કહ્યું કે હું મારી પૂરી જવાબદારીથી મારી ફરજ બજાવી રહ્યો છે. ધીમી કાર્યવાહીના આરોપોથી દુખી છું. કોઈ પણ બળવાખોર ધારાસભ્યે મુલાકાત માટેનો સમય માંગ્યો નથી.