ગુજરાતમાં પાણી અને ઘાસચારાની અછતના લીધે લોકો સહિત પશુધનને પણ હાલાકી ભોગવી રહ્યા છે. ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા થાય તે માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્ય્ક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન મિશન મોડમાં વેગવંતુ બનાવવા માર્ગદર્શન આપવામાં માટે મીટીંગ યોજવામાં આવી હતી.
ઉનાળામાં આવતી પાણી વિશેની સમસ્યા નિવારણ માટે ૧૪ હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારવાના લક્ષ્યાંક સાથે કામ આગળ વધારવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠક આ પ્રમાણે મુદાઓ લઈને આગળ કામ કરવામાં આવશે જેમાં ૧૩૮૩૪ કામો ૩૩૦ કરોડના ખર્ચે હાથ ધરાઇ રહ્યા છે, રાજ્યમાં તા. ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ અભિયાન તહેત ૧૩૮૩૪ કામો ૩૩૦ કરોડના ખર્ચે હાથ ધરાઈ રહ્યા છે, ૧૪ હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારવાના લક્ષ્ય સાથે આ અભિયાન રાજ્યમાં ઉપાડવામાં આવ્યું છે, આ અભિયાન અન્વયે મુખ્યત્વે તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીંગ, જળાશય ડીસીલ્ટીંગ, નવા તળાવ, નવા ચેકડેમ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, હયાત ચેકડેમની મરામત, નહેરોની મરામત અને જાળવણી, નદીઓને પુન:જીવિત કરવી વગેરે કામો હાથ ધરવાનું સઘન આયોજન રાજ્ય સરકારે આ વર્ષે પણ કર્યુ છે. અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ર૦૮૮ કામો પુર્ણ થયા છે તથા ૨૯૮૮ કામો પ્રગતિ હેઠળ છે તેમ બેઠકમાં સમીક્ષા દરમ્યાન જણાવવામાં આવ્યું હતું.
જ્યારે રાજ્યમાં સુજલામ સુફલામ નેટવર્ક આધારિત કેનાલ નેટવર્ક ઉપર વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય અને જળસ્તર ઊંચા આવે તે માટે પરકોલેશન વેલ નેટવર્ક ઉભું કરવાનું પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ હતું.
આ બેઠકમાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્ય મંત્રી શ્રી પરબતભાઈ પટેલ, જળસંચય અભિયાનના શ્રી ભરતભાઈ બોઘરા, મુખ્ય સચિવ શ્રી ડો. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના સલાહકાર બી. એન. નવલાવાલા પાણી પુરવઠા અને વન પર્યાવરણ, જળસંપત્તિના વરિષ્ઠ સચિવો વગેરે જોડાયા હતા.