અમદાવાદમાં મેટ્રો ટ્રેન માટે સાબરમતી નદી ઉપર બ્રિજ બનાવવાનું સૌથી પડકારજનક કામ શરુ થઈ ગયું છે. રાયફલ ક્લબની પાછળ રીવરફ્રન્ટ ખાતે છેલ્લાં થોડા દિવસોથી વિશાળ ક્રેનો અને જંગી મશીનો અહીં ખડકી દેવામાં આવ્યો છે, અને કામ પૂરપાટ સ્પીડે શરુ થઈ ગયું છે. રાઈફલ ક્લબ નજીકથી મેટ્રો ટ્રેન શાહપુરથી અંડરગ્રાઉન્ડ કોરિડોરમાં એન્ટ્રી કરશે અને છેક કાલુપુર સુધી અંડરગ્રાઉન્ડ રુટ પર ચાલશે.