કેરળના સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓને પીરિયડ સમયે પણ પ્રવેશવાની છુટ સુપ્રીમ કોર્ટે આપી દીધી છે. આ સ્થિતિ વચ્ચે ભાજપ હવે સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ કરવા લાગ્યું છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ આ મામલે એક વિવાદિત નિવેદન કર્યું છે અને જણાવ્યું છે કે પીરિયડના લોહી વાળા કપડા લઇને મંદિરમાં ન જવાય. સ્મૃતિએ આ નિવેદન આપીને મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને એક રીતે સમર્થન આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનને યોગ્ય ઠેરવવા એમ પણ કહ્યું હતું કે કોઇ મહિલા પીરિયડના લોહી વાળા કપડા લઇને પોતાના મિત્રના ઘરે જવાનું પસંદ કરશે? જોકે સ્મૃતિ ઇરાનીના આ નિવેદનની ભારે ટીકા થઇ રહી છે.