વિદ્યાર્થિનીઓ અને નોકરિયાત મહિલાઓને તેમના સંબંધીત સ્થળે માસિકપાળીની રજા આપવા અંગેના નિયમો ઘડવા તમામ રાજ્યોને નિર્દેશ આપવાની દાદ માગતી અરજી પર સુપ્રીમ કોર્ટે આવતા સપ્તાહે સુનાવણી કરવાની તૈયારી બતાવી છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડના વડપણવાળી બેન્ચ સમક્ષ તાકીદે સુનાવણી માટે અરજી રખાઈ હતી પણ કોર્ટે તેની સુનાવણી ૨૪ ફેબુ્રઆરી પર રાખી છે.