-
21મી સદીમાં જ્યારે મહિલાઓને સમાન દરજ્જો આપવાની હિમાયત અને અમલ થઇ રહ્યો છે ત્યારે રાજસ્થાનના સાંસી સમાજમાં મહિલાઓને લગ્ન પ્રસંગે જાનમાં જવાની મનાઇ હોવાની વિચિત્ર પ્રથા અને પ્રતિબંધ સમાજના પંચો દ્વારા મૂકાયો છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ આ સમાજમાં કૌમાર્ય પરિક્ષણ કે જેને તેઓ કૂકડી પ્રથા કહે છે તે બંધ કરવા રાજસ્થાન મહિલા આયોગના ચેરપર્સન સુમન શર્મા સમક્ષ સમાજની મહિલાઓએ રજૂઆત કરી હતી. સમાજના અગ્રણીઓ સવાઇસિંહ માલાવત અને રાકેશકુમાર બિડાવત અને સમાજની મહિલાઓની રજૂઆતના પગલે સુમન શર્માએ સમાજના પંચોને આયોગ સમક્ષ હાજર કરવા પોલીસને સુચના આપી હતી.