ઉત્તરભારતમાં ચાલતી ટ્રેને મહિલા સહયાત્રી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. સરહાનપુર-દિલ્હી એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને એક પુરષ યાત્રીએ પોતાની પાસે બેસેલી એક મહિલાની છેડતી કરી હતી. જોકે સામે બેસેલા એક પ્રવાસીએ આ સમગ્ર ઘટના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી અને સોશ્યલ મીડિયામાં વાયરલ કરી હતી. બનાવ અંગે રેલવે પોલીસ તપાસ કરી રહી છે.