અમદાવાદમાં એક 32 વર્ષીય મહિલાએ સાસરિયા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે, પતિ અને સાસરિયા દ્વારા પૂરતું દહેજ ન લાવતા અત્યાચાર ગુજારવામાં આવે છે. સાસરિયા અને પતિ મહિલાનાં કાળા રંગ અને બહાર નીકળેલા દાંત તેમજ નાના શહેરની હોવાની કિંમત દહેજ રૂપે માગે છે. આણંદની મહિલાએ ગત એપ્રિલ મહિનામાં અમદાવાદના યુવક સાથે લગ્ન કર્યા હતા.