રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે (શુક્રવાર) ગોંડલ ખાતે યોજાયેલી ક્ષત્રિય સમાજની બેઠક લઈને ક્ષત્રિય મહિલા આગેવાનોએ વિરોધ કર્યો હતો. આ બેઠક માટે અમદાવાદથી ગોંડલ પહોંચેલા ગુજરાત ક્ષત્રિય કરણી સેનાનાં મહિલા પ્રદેશ અધ્યક્ષ ગીતાબા પરમાર સહિત પાંચ મહિલાને પોલીસે અટકાવી હતી.