સુરતની સ્મિમેર હોસ્પિટલના ગાયનેક વોર્ડમાંથી 3 વર્ષના બાળકના અપહરણનો મામલો સામે આવ્યો છે. બનાવની જાણ થતાં જ સુરત ક્રાઇમ બ્રાન્ચે બાળકનું અપહરણ કરનાર મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરીને અપહરણ કરનાર મહિલાને કામરેજથી પકડીને અપહ્યત બાળકને સલામત રીતે છોડાવવામાં આવ્યું હતું. ધોળા દિવસે આ પ્રકારે થયેલા અપહરણથી હોસ્પિટલની સલામતી વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થયા છે.