-
ગુજરાતના ગીર જગંલમાં એશિયાઇ સિંહોના દર્શન માટે સાસણ પાસે આવેલા દેવળીયા પાર્કમાં જાવ ત્યારે ગાઇડ તરીકે મહિલાઓને જુઓ તો નવાઇ પામતા નહીં. કેમ કે ગીરમાં પહેલી વખત ટુરિસ્ટ ગાઇડ તરીકે મહિલાઓની ભરતી કરવામાં આવી છે. ગીરનાં પ્રવાસન ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઇ છે. મહત્વની વાત એ છે કે, આ તમામ મહિલા ગાઇડ સ્થાનિક છે, સાસણ ગામની રહેવાસી છે. પ્રવાસનની સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારી મળે એ પ્રયાસનાં ભાગરૂપે મહિલાઓની ગાઇડ તરીકે ભરતી કરવામાં આવી છે. નાયબ વન સંરક્ષક (સાસણ-વન્યપ્રાણી વિભાગ), ડો. મોહન રામે જણાવ્યું કે, “સિંહ દર્શન માટે દેવળીયા પાર્કમાં આવતા પ્રવાસીઓ માટે ગાઇડ તરીકે આ વર્ષે કુલ 50 ગાઇડની ભરતી કરવામાં આવી. જેમાં 25 સ્થાનિક મહિલાઓ છે. મહિલાઓની ગાઇડ તરીકે આ પહેલી વખત ભરતી કરવામાં આવી છે. અમારા માટે આ નવો અનુભવ છે પણ અમને મહિલા ગાઇડ તરફથી અને પ્રવાસીઓ તરફથી સારા પ્રતિભાવો મળી રહ્યાં છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, મહિલાઓનું સશક્તિકરણ થાય અને સ્થાનિક રીતે રોજગારી મળે.