ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા એક યસ્વી મેટરનીટી હોમના તબીબની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં એક સગર્ભા મહિલાને પ્રસૂતિ માટે દાખલ કરાઈ હતી. સીઝેરિયન સમયે મહિલાનું મોત થતાં હોસ્પિટલના સ્ટાફે ચૂપકીદી સેવી હતી. જોકે પરિવારજનોને શંકા જતાં મહિલાનું મોત થયાની ખબર પડી ગઈ. ઘટના બાદ મૃતક મહિલાના પરિવારજનોએ હંગામો મચાવ્યો અને ડોક્ટર તેમજ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યા હતા.