લખનઉની પાર્વતી કુમારીએ KFCમાં ડિલિવરી એજન્ટ તરીકેની નોકરી શરુ કરી. આમ તો આ નોકરીમાં મોટાભાગે પુરુષોનું પ્રભુત્વ છે, પણ પાર્વતીએ તેમાં હિંમતભેર પદાર્પણ કર્યું. તે દિવસમાં દસેક પેક ડિલિવર કરે છે.તે કહે છે કે, મને જોઈને ઘણા ગ્રાહકો આશ્ચર્ય પામે છે અને નોકરી કઈ રીતે મળી તે અંગે પૂછે છે. હવે, બીજી કંપનીઓ પણ મહિલાઓને પ્રોત્સાહિત કરી રહી છે.