ભાજપના સાંસદ કે.સી.પટેલને હની-ટ્રેપમાં ફસાવવાના આરોપમાં પોલીસે મહિલા વકીલની ધરપકડ કરી. મહિલાની ગાઝીયાબાદના તેના ઘરેથી ધરપકડ કરાઈ. પોલીસે મહિલાની પુછપરછ માટે રિમાન્ડ માગ્યા તે કોર્ટે મંજૂર કર્યા. ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદનો આક્ષેપ છે કે મહિલા વકીલે તેમને ફસાવી અભદ્ર અવસ્થામાં ફોટો પાડી ખંડણીની માગ કરેલી.