સવિતાબહેન રાઠોડે અમદાવાદ જિ.પં.નું સભ્પપદ ગુમાવ્યું. કારણ કે તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 2 સંતાનોના કાયદાથી બચવા માટે પુત્રોની જન્મતારીખના ખોટા રેકર્ડ ઉભા કર્યા. તેમના બીજા અને ત્રીજા પુત્રની જન્મતારીખ વચ્ચે માત્ર 21 દિવસનું અંતર દર્શાવ્યું. જેના કારણે તેમની પોલ પકડાઈ ગઈ. કોર્ટે કહ્યું કે કોઈ પણ સંજોગોમાં 21 દિવસના ગાળામાં બે સંતાનોનો જન્મ શક્ય નથી. (સ્ત્રોત - ટાઈમ્સ ઓફ ઇન્ડિયા)