શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે જયમંગલ BRTS બસ સ્ટેશન સામે વેગેનાર કાર (Ola કેબ) અને ગણપત યુનિવર્સિટીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નારણપુરાના રહેવાસી હર્ષાબેન સંઘવી શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તેઓ ગણપત યુનિવર્સિટીની બસની પાછળથી ફૂટપાટ તરફ જઇ રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવેલી ઓલાની વેગેનાર કારે મહિલાને અટફેટે લીઘી અને બસની પાછળ ઘુસી ગઇ હતી. હર્ષાબેન કાર અને બસની વચ્ચે આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ઓલાનો કાર ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા બી-ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.