અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના વધુ એક નેટવર્કનો પર્દાફાશ કરીને મહિલા પેસન્જર પાસેથી 50 લાખ રૂપિયાના દાણચોરીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. ઐતિહાદ એરલાઈન્સની ફ્લાટમાં અમદાવાદ આવેલી મહિલા પેસેન્જર પાસેથી કસ્ટમના એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ રૂપિયા 50 લાખના દાણચોરીના દાગીના જપ્ત કર્યા છે.
આ મહિલાએ પોતાની પાસેના સોનાના દાગીના ઈમિટેશન જ્વેલરી હોવાનો દાવો કરીને કસ્ટમ્સ વિભાગને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કસ્ટમ અધિકારીઓની આકરી પૂછપરછમાં બિલો રજૂ નહોતી કરી શકી, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ પેસન્જરની શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી રહ્યા છે.