તલાટી કમ મંત્રીની પરીક્ષા રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જેમાં ૨૬૯૭ કેન્દ્ર પર સાત લાખ ઉપરાંત ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં લેવામાં આવેલી પરીક્ષાઓમાં સૌથી વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી છે. જેમાં એકપણ કોપી કેસ કે અન્ય પ્રકારની ગેરરીતિ બની નહોતી. જો કે ઉમેદવારોની સંખ્યાના પ્રમાણમાં ઉમેદવારોની એસ ટી વિભાગ દ્વારા કરેલું આયોજન ઓછુ પડતા મોટાભાગના એસટી ડેપો હજારો ઉમેદવારોથી એસ ટી સ્ટેશન ખીચોખીચ થઇ જતા અવ્યવસ્થા સર્જાય હતી.