-
ભાવનગર જિલ્લાના મેથળા ગામે આજે રવિવારે ઉજાણીનો કાર્યક્રમ યોજાયો હતો. લાપસી અને કંસાર પિરસવામાં આવ્યાં. આ ગામ સરકારની આશ,સદા નિરાશનું જાણે કે એક પ્રતિક બની ગયું છે. આ ગામ અને આસપાસના ગામોએ સરકારે 22-22 વર્ષથી રજૂઆતો કરી કે તેમના ગામમાં દરિયાનું પાણી ઘૂસી આવે છે અને ખેતીને નુકસાન થાય છે તેથી સરકાર માટીનો બંધારો બનાવી આપે. પરંતુ કોઇએ ધ્યાન નહીં આપતાં આખરે હારી થાકીને 40 ગામના લોકોએ જાત મહેનત ઝીંદાબાદ..ની જેમ સતત 40 દિવસ સુધી 10 હજાર લોકોએ પોતાના ટ્રેક્ટર,જેસીબી અને અન્ય સાધન સામગ્રી સાથે પોતે જ મજૂર બનીને માટીને 2 કિ.મિ.ની લંબાઇનો બંધારો બનાવ્યો. બંધારો એક પ્રકારનો ડેમ છે જે પાણીને પ્રવેશતા રોકે છે. સરકારની સહાય વગર બંધારો તૈયાર થયો અને હવે આ ગામોના ખેતરોમાં દરિયાનું પાણી નહીં ઘુસે અને તેમને ખેતી તથા પીવા માટે મીઠુ પાણી મળશે. આજે ગામના લોકે ભેગા મળીને બંધારાની ખુશીમાં ઉજાણી કરીને એક અનુકરણીય પ્રયોગ કરી બતાવ્યો છે.