અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા બાદ સરકારના મહત્ત્વના પદ માટે થઈ રહેલી અટકળો તેમજ ચીન સાથે ટ્રેડ-વૉર ઉદ્ભવવાના સંકેતો સાથે આ મુવમેન્ટની વૈશ્વિક નાણાંકીય બજાર પર પ્રતિકૂળ અસર થવાની ગણતરી પાછળ વિશ્વના અન્ય બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ આજે સેન્સેક્સ ૯૮૪ પોઇન્ટનું ગાબડું નોંધાતા રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૭૮ લાખ કરોડનું ધોવાણ થયું હતું.