પાકિસ્તાનના બાલાકોટ ખાતે આતંકી છાવણીઓ પર ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈક અંગે હવાઈદળ દ્વારા શુક્રવારે સત્તાવાર વીડિયો જાહેર કરાયા બાદ સ્ટ્રાઈકના આયોજન અંગેની વધુ વિગતો લોકો સમક્ષ મૂકાઈ રહી છે. એ મુજબ, પાકિસ્તાને ઉરી ખાતે આતંકવાદી હુમલો કર્યો એ પછી તેને જડબાતોડ જવાબ આપવાનું નક્કી થયું કે તરત સેનાની ત્રણેય પાંખે રણનીતિ ઘડવાનો આરંભ કરી દીધો હતો અને તેમાં અવકાશ સંશોધન સંસ્થા ISROના ત્રણ સેટેલાઈટ્સની ચાવીરૂપ ભૂમિકા હતી. રિસેટ, કાર્સોસેટ અને જીસેટ નામના અવકાશમાં તરતા ઈસરોના આ ત્રણ સેટેલાઈટની મદદથી વાયુ સેના ચુસ્ત આયોજન ઘડીને તેનો ચોટડુક અમલ કરી શકી હતી.