એવું લાગી રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે પણ લાંબા સમય બાદ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરને હટાવી ગુજરાત પ્રદેશ કોગ્રેસની કમાન રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના મોટા નેતા છે અને અગાઉ તેઓ ગુજરાતની ચૂંટણીઓમાં મહત્ત્વની ભૂમિકામાં રહી ચૂક્યા છે.
શક્તિસિંહ ગોહિલનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામમાં થયો હતો. ગુજરાત પ્રદેશ કોગ્રેસના નવા પ્રમુખના અભ્યાસ વિશે વાત કરીએ તો તેઓએ બીએસસી, એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં પણ ડિપ્લોમાં કર્યું છે.