ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. થોડા સમય બનાસકાંઠા જિલ્લાના કુડા ગામમાં પણ વ્યાજખોરાના ત્રાસથી એક જ કુટુંબના ચાર સભ્યોની ઘરના મોભી એ જ હત્યા કરી હોય તેવી ઘટના સામે આવી હતી. હવે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પિતા અને તેના બે પુત્રોએ ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પિતા અને બન્ને પુત્રોએ વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે હકીકત પોલીસ ફરિયાદ અને તપાસ બાદ જ સામે આવશે.બનાવની પ્રાથમિક તપાસમાં પિતા-પુત્રોએ વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યુ હોવાની ચર્ચા જાગી હતી.