કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન થયું છે. 71 વર્ષીય અહેમદ પટેલ લાંબા સમયથી બીમાર હતા. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
કોંગ્રેસના 'ચાણક્ય' તરીકે ઓળખાતા અહેમદ પટેલના નિધનથી પાર્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ સમાચાર પર શોકની લાગણી વ્યક્ત કરી કહ્યું હતું કે, " મેં એક સાથીદાર ગુમાવ્યા છે, જેનું આખું જીવન કોંગ્રેસ પાર્ટીને સમર્પિત હતું. તેમની પ્રામાણિકતા અને સમર્પણ, ફરજ પ્રત્યેની તેમની કટિબદ્ધતા, હંમેશાં મદદ કરવાનો પ્રયત્ન, ઉદારતા ... તેમની પાસે આ બધા દુર્લભ ગુણો હતા. જેના કારણે તે અન્ય લોકોથી અલગ રહ્યા.. " સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, " મેં એક વફાદાર સાથી, મિત્ર ગુમાવી દીધા છે, જેની જગ્યા કોઈ લઈ ન શકે. હું તેમના નિધન પર શોક વ્યક્ત કરું છું અને તેમના શોકગ્રસ્ત પરિવાર માટે હું દુ:ખ વ્યક્ત કરું છું.