ફ્રાન્સથી ૭૩૬૪ કિ.મી.નું અંતર કાપીને ત્રણ રાફેલ લડાયક જેટ વિમાન બુધવારે જામનગર વાયુસેના મથકે આવી પહોંચ્યાં હતાં. હવે આ ત્રણેય વિમાન ગુરુવારે અંબાલા જવા રવાના થશે. વધુ ત્રણ રાફેલ વિમાનના આગમન સાથે ભારતમાં રાફેલની સંખ્યા ૮ થઇ ચૂકી છે. આવનારા બે વર્ષમાં ફ્રાન્સ તમામ ૩૬ વિમાનોની ડિલિવરી કરશે. ભારતે વર્ષ ૨૦૧૬માં ફ્રાન્સ સાથે રૂપિયા ૫૮,૦૦૦ હજાર કરોડમાં ૩૬ રાફેલ લડાયક જેટ માટે સમજૂતી કરાર કર્યા હતા. ટ્રેનર જેટ્સ ટુ સીટર રહેશે પણ તમામ ફીચર્સ ફાઇટર જેટ જેવા જ રહેશે.