ઓસ્ટ્રેલિયન ઓપનમાં આજે રમાનારી વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં ફરી વખત સેરેના વિલિયમ્સનો મુકાબલો તેની બહેન વિનસ સામે થશે. ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પ્રવેશીને વિલિયમ્સ સિસ્ટર્સે ફરી વિમેન્સ ટેનિસ પર પોતાનું પ્રભુત્વ દર્શાવ્યું હતુ. બંને બહેનો વચ્ચે ૨૦૦૯ પછી પહેલી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ રમાશે. જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં વિલિયમ્સ સિસ્ટર્સ વચ્ચે ૧૪ વર્ષ બાદ એટલે કે ૨૦૦૩ પછી આ પહેલો મુકાબલો ખેલાશે.