Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટીમ ઈન્ડિયા ના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક સૌરવ ગાંગુલી  ભાજપ માં જોડાવા અંગેના અહેવાલો પર ફરી એકવાર ચર્ચાઓ થઈ રહી છે. આ અહેવાલો બીસીસીઆઈ અધ્યક્ષ માટે સૌરવ ગાંગુલીનું નામ નક્કી થયા બાદ આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાંગુલીને બીસીસીઆઈ ચીફ બનાવવામાં મોટી ભૂમિકા ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની રહી. જોકે, અમિત શાહ પોતે આ અહેવાલોને પાયાવિહોણા કહી રહ્યા છે. તેઓએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ કે, હું એ વાતનો નિર્ણય નથી કરતો કે કોણ બીસીસીઆઈના અધ્યક્ષ હશે.

સૌરવ ગાંગુલીની સાથે મુલાકાતના સવાલ પર ગૃહમંત્રીએ કહ્યુ કે, સૌરવ ગાંગુલીની મારી સાથેની મુલાકાતમાં કંઈ ખોટું નથી. તેઓ મારી પાસે આવી શકે છે. હું અનેક વર્ષો સુધી ક્રિકેટ સાથે જોડાયેલો રહ્યો છું. એવા અહેવાલો છે કે અમિત શાહ અને સૌરવ ગાંગુલી વચ્ચેની મીટિંગમાં એ વાત પર સહમતિ સધાઈ કે હાલ તેઓ ગાંગુલીને અધ્યક્ષ બનવામાં મદદ કરશે, બીજી તરફ 2021માં બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ગાંગુલી ભાજપ તરફથી ચૂંટણી લડશે.

જોકે, અમિત શાહે આ પ્રકારની ડીલના અહેવાલોને પાયાથી ફગાવી દીધા. તેઓએ કહ્યુ કે, ગાંગુલીની સાથે આ પ્રકારની કોઈ ડીલ નથી થઈ. અને ન તો તેમની સાથે આ પ્રકારની કોઈ વાતચીત થઈ છે. આ સૌરવ ગાંગુલની વિરુદ્ધ નકામી ચર્ચા છે. જોકે, તેઓએ ઉમેર્યુ કે જો એવું હોત તો સારું છે. પરંતુ એવી કોઈ ડીલ નથી. અમિત શાહે કહ્યુ કે, હું દેશના દરેક નાગરિકને કહું છું કે ભાજપ એક સારી પાર્ટી છે, તેની સાથે જોડાવો, આ મારી જૉબ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ