કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષને હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમા પરાજયનો સામનો કરવો પડયો છે. સાથે ઉત્તર પ્રદેશ સહિત વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં પણ વિપક્ષને મોટો ફટકો પડયો છે. આવા સમયે સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે ભાજપ પર હુમલો કરતા કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭માં વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે ઈવીએમથી જીતીશ તો પણ ઈવીએમને હટાવીશ.