પટણામાં 16 પક્ષોના મહાગઠબંધનની એકતા જોવા મળી હતી, જોકે આ દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સામાન્ય વિવાદ પણ સામે આવ્યો હતો. બેઠકમાં આમ આદમી પાર્ટીએ નવો વિવાદ છંછેડી એવી જાહેરાત કરી કે, જ્યાં સુધી કોંગ્રેસ દિલ્હીમાં વહીવટી સેવાઓનું સંચાલન કરતા કેન્દ્ર સરકારના વટહુકમનો જાહેરમાં વિરોધ નહીં કરે, ત્યાં સુધી AAP વિપક્ષી દળોની યોજાનારી આગામી બેઠકમાં ભાગ નહીં લે... આ સાથે જ આમ આદમી પાર્ટીએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસે નિર્ણય લેવાની જરૂર છે કે, તેઓ દિલ્હીની પ્રજા સાથે છે કે મોદી સરકારની સાથે..